Posts

"....તો તમે શિક્ષક થવાને લાયક જ નથી."

Image
"....તો તમે શિક્ષક થવાને લાયક જ નથી." આજે એકતાનગર પ્રાથમિક શાળામાં મુખ્યશિક્ષકની જવાબદારી સંભાળીને 9 વર્ષ પૂર્ણ થયા છે. શાળાના મુખ્યશિક્ષક કરતાંય શિક્ષક હોવાનું ગૌરવ વધારે છે. શાળા, બાળકો, ગામ અને વાલીઓના સંપૂર્ણ સહકારથી 9 વર્ષમાં શાળામાં ઘણો બદલાવ થઈ શક્યો છે એનો આનંદ છે. 'પરિવર્તન સંસારનો નિયમ છે' એટ્લે પહેલાં જે પણ હતું તેમાં બદલ ચોક્કસ આવ્યો છે.  કશુંક નવું કરવાની ખેવનાને કારણે શાળામાં 10 થી વધુ નવા આયામો સાથે સતત પાંચ વર્ષ સુધી ઇનોવેશનમાં 6 કૃતિઓ રજૂ કરી શાળાના બાળકોને અવકાશ અને આકાશ પૂરું પાડવાનો એક સફળ પ્રયાસ શાળાના શિક્ષકોના સહકાર (મોર પીંછાથી જ રળિયામણો..) થી થઈ શક્યો છે. શાળામાં અવનવી પ્રવૃત્તિઓ હાથ ધરવાથી કામ કર્યાનો આત્મસંતોષ તો મળે છે પણ એટલેથી અટકી ન જતા રોજ કંઈક નવું વિચારવાનો સિલસિલો હજી ચાલુ જ છે. (પણ હા.. આપણે કંઈક નવું કરીએ એ બીજાને ન ગમે એવુંય બની શકે..?!?)  આજના લખાણનું Heading વાંચીને થોડું આશ્ચર્ય થયું હશે ? આ જ વાત કરું છું પણ પહેલાં બીજી વાત કરી લઉં. હું અભ્યાસ કરતો હતો ત્યારથી કેટલાક શિક્ષકોને કાર્ય કરતાં જોઈ મને પણ શિક્ષક બનવાની તાલાવેલી હતી...

કસુંબીનો રંગ : નમન 'રાષ્ટ્રીય શાયર' ને

Image
  કસુંબીનો રંગ : નમન ' રાષ્ટ્રીય શાયર ' ને    આપણા ઐતિહાસિક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતી પ્રસંગે ગાંધીનગર ખાતે નવું 'સાહિત્ય અકાદમી ભવન' ઝવેરચંદ મેઘાણીના નામ સાથે જોડાઈ રહ્યું છે તેનો સમગ્ર ગુજરાતના સાહિત્ય રસિકો માટે ખૂબ જ આનંદનો વિષય છે.  મહી   કાંઠાના   બારૈયા ,   પાટણવાડીયા   અને   બીજી   ગુનેગાર   ગણાતી   કોમોના   હૃદય   પરિવર્તનની   વાતો   લખનાર   અને   તત્કાલીન   યૌવનને   પાંખો   ફૂટે   તે   માટે   ઉન્નત   રાષ્ટ્રભાવનાથી   ઉભરાતા   વ્યક્તિ   ચરિત્રો   યૌવનની   સામે   મૂકવા   જોઈએ .  આ   વાતને   ધ્યાનમાં   રાખી   પોતાની   ભાવના   નવી   પેઢી   સમક્ષ   મુકવાનો   નિષ્ઠાપૂર્વકનો   પ્રયત્ન   કરનાર   અને   મૂક   લોકસેવક   રવિશંકર   મહારાજના   સમગ્ર   કર્તૃત્વજીવનને   ઘાટ   આપનાર   એવા    ઝવ...

કોમી એખલાસની જોડી વસંત રજબ

Image
  કોમી એખલાસની જોડી વસંત રજબ : અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળે છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમથી આ રથયાત્રા પસાર થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે , ગયા વર્ષે આ રથયાત્રા કોરોના મહામારીને કારણે રદ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ કોરોના ગાઈડલાઇનને અનુસરી ઓછા સમયમાં નિયત વિસ્તારમાં રથયાત્રામાં પ્રભુ નગરચર્યા કરશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી રથયાત્રાની સુરક્ષા માટે મહિના પહેલાં તૈયારીઓ શરૂ કરવામાં આવે છે . દર વર્ષે નીકળતી રથયાત્રા આમ તો કોમી એકતાનું એક ઉદાહરણ છે. દર વર્ષે રથયાત્રા પહેલાં સુરક્ષાને લઈને તંત્ર અને ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. આજના દિવસે વર્ષો પહેલા રથયાત્રામાં થયેલા રમખાણોમાં લોકોના જીવ બચાવવા અને કોમી એકતા જાળવવા માટે જીવ આપનાર વસંત અને રજબને યાદ કરવામાં આવે છે. 1946 માં પ્રથમ વખત રથયાત્રામાં હિંસા શરૂ થઈ , ત્યારે કોમી એખલાસ જાળવી આ બંને મિત્રોએ પ્રાણોની આહુતિ આપી હતી.   વસંતરાવ હેગિષ્ટે પર ગાંધી વિચારોનો ખૂબ ઊંડો પ્રભાવ હતો અને 15 વર્ષની ઉંમરે જ તેમણે ભણવાનું છોડી દીધું હતું. તેઓ ગાંધીજી સાથે ચળવળમાં...

સંન્યાસી સ્વામી વિવેકાનંદ

Image
સંન્યાસી સ્વામી વિવેકાનંદ  એક સાધુનો ન્યુયોર્કમાં મોટો પત્રકાર ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો. પત્રકાર: સર! તમે છેલ્લા પ્રવચનમાં સંપર્ક (Contact) અને જોડાણ (Connection) પર વાતો કરી પરંતુ એ વાતો બહુ જ મૂંઝવણમાં મુકનારી છે, શું તમે સમજાવી શકશો? સંન્યાસીએ સ્મિત કર્યું અને તેમણે કંઈક અલગ જ બીજા પત્રકારો સાથે પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું. પત્રકારને પૂછ્યું: તમે ન્યુયોર્કમાં રહો છો? પત્રકાર: હા. સંન્યાસી તમારા ઘરમાં કોણ કોણ છે? પત્રકારને લાગ્યું કે, સાધુ એનો સવાલ ટાળવાની કોશિશ કરી રહ્યો છે કારણ કે સાધુનો સવાલ "બહુ જ વ્યક્તિગત અને તેણે પૂછેલા સવાલના જવાબથી અલગ હતો. છતાં પણ પત્રકાર બોલ્યો: મારી માં હવે નથી, પિતા છે અને 3 ભાઈઓ અને એક બહેન છે. બધા જ પરણેલા છે. સંન્યાસી"એ ચહેરા પર સ્મિત  લાવી પૂછ્યું: તમે તમારા પિતા સાથે વાત કરો છો? પત્રકાર ચહેરાથી ગુસ્સે થતો લાગ્યો. સંન્યાસીએ પૂછ્યું: તમે તમારા પિતા સાથે છેલ્લે ક્યારે વાત કરી હતી? પત્રકારે પોતાના ગુસ્સાને દબાવતા જવાબ આપ્યો: કદાચ એક મહિના પહેલા ! સંન્યાસી"એ પૂછ્યું: શું તમે ભાઈ બહેન કાયમ મળો છો? તમે બધા જ એક પરિવારની જેમ છેલ્લા ક્યારે મળ્ય...

દિન વિશેષ : રામપ્રસાદ બિસ્મિલ

Image
 દિન વિશેષ : રામપ્રસાદ બિસ્મિલ  એક નાના બાળકે પોતાના ગુરુ પાસે આવી કહ્યું કે , ગુરુજી આપની સામે પ્રતિજ્ઞા કરું છું કે , " અંગ્રેજ રાજ્યનો નાશ કરવા હું જીવનભર ઝઝૂમીશ. આ પ્રતિજ્ઞા એ જ મારો જીવનમંત્ર" ગુરુજી કહેવા લાગ્યા , "બેટા , તારા જીવનમાં વિચિત્ર ઘટનાઓ બનશે. એ ઘટનાઓ તારા દેહને , આયુષ્યને જોખમમાં મુકશે , તારો દેહ જગત પર રહેશે નહીં , પણ તારા કાર્યો બીજાને પ્રેરક બનશે. તું વાતાવરણને ઉગ્ર રૂપ ન આપતો." મિત્રો , નાનપણમાં અંગ્રેજ સલ્તનતને નાશ કરવાની આવી પ્રતિજ્ઞા લેનાર અને પોતાનામાં સ્વદેશપ્રેમ જાળવી રાખનાર ક્રાંતિવીર વીર હતા રામપ્રસાદ બિસ્મિલ. જેઓ ઘરબાર છોડી દેશસેવામાં જોડાઈ ગયા. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ 11મી જૂન 1897ના રોજ થયો હતો. પિતાનું નામ મુરલીધર હતું.  અંગ્રેજો સારા વિશ્વમાં છવાયેલા હતા. ભારત પણ એમની ગુલામીનું ભોગ બન્યું હતું. તે વખતે ભારતમાં એકતા અને રાષ્ટ્રભાવનાનો એક જુવાળ ચાલી રહ્યો હતો. કોઈપણ રીતે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવાની અને દેશ માટે બલિદાન આપવાની ચેતના જાગૃત કરવાનું કામ રામપ્રસાદ બિસ્મિલ જેવા ક્રાંતિકારી વીરોએ કર્યું હતું. આને લીધે સમાજમાં દેશદ...