Posts

"આઝાદીનો અમૃત મહોત્સવ : અનોખો જન - ઉત્સવ"

Image
"આઝાદીના અમૃત મહોત્સવ : અનોખો જન - ઉત્સવ" આજે આપણી આજબાજુ સમાચારપત્રો, સોશિયલ મીડિયા અને દરેક કાર્યક્રમોમાં "આઝાદીના અમૃત મહોત્સવ"ની વાતો સાંભળવા અને વાંચવા મળે છે. શું આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે, આટલા જોરશોરથી અને અગ્રિમતા સાથે વાતો સમાજમાં કેમ વ્યાપ્ત કરવામાં આવી રહી છે ? તેનો જવાબ આપણી જ પાસે છે.  આવનાર સમયમાં મજબૂતાઈથી ઊભા રહી નવી પેઢીને કંઈક એવું આપવા જઈ રહ્યા છીએ જે તેમના માટે પણ એટલું જ અગત્યનું છે. દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો તેના ફળ અત્યારે ચાખી રહ્યા છીએ. અગત્યનું તો એ છે કે, ગુલામીકાળમાં આપણે નહોતા તેથી આપણે તે સમયમાં આપણા ભારત દેશ માટે યોગદાન નથી આપી શક્યા. હા, આપણી અગાઉની પેઢીઓએ આઝાદી વખતે વિશેષ યોગદાન આપ્યું છે તેમાં ના નહિ, પણ જેના કારણે આજે આપણે સ્વતંત્રતાનો ઉત્સવ મનાવી રહ્યા છીએ એવા આપણા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશભકતોના જીવનની ગાથાઓ, ગૌરવશાળી ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ સમાજમાં લઈ જઈશું તો સાચા અર્થમાં આપણે દેશ માટે યોગદાન આપ્યું ગણાશે.  બ્રિટિશ સત્તા પાસેથી આપણને આઝાદી મળતાં 15 ઓગષ્ટ 1947 ના રોજ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવી સત્તા પ્ર...

"વિશ્વનું એકમાત્ર એટ્લે માં..."

Image
 "વિશ્વનું એકમાત્ર એટ્લે માં..."  વિશ્વનો સૌથી નાનો શબ્દ અને સૌથી લાંબી લાગણીનું નામ એટલે માં. એક નાનું બાળક કહે કે , “મેં કદી ભગવાનને જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી ‘ માં ’ જેવા જ હશે.” મિત્રો , આજે આપણે ‘ માં ’ ધ્વારા થતા વ્યક્તિના ઉછેર અને ઘડતરની વાત કરવી છે. વેદમંત્રોમાં માતા-પિતા , ગુરૂ અને અતિથિને દેવ ગણવામાં આવ્યા છે. શાસ્ત્રો એવું કહે કે , કોઈપણ પૂજા પછી માતા-પિતાને નમસ્કાર કરતી વખતે સૌથી પહેલાં નમસ્કાર માને કરવાના હોય છે. વાત્સલ્યની મૂર્તિ એટલે માં. આ સંસારમાં કોઈપણ સંબંધોમાં અતૂટ બંધન માં સાથેનું છે. કષ્ટ વેઠી , નવ માસ પોતાના ઉદરમાં રાખતી જન્મદાત્રી માં પોતે ભીનામાં સૂઈ બાળકને સૂકામાં સુવડાવે છે.   બાળકના જીવનના દરેક સમયે ધ્યાન રાખવાનું અને તેની સેવા કરવાનું મા ક્યારેય ચૂક્તી નથી. બાળક મોટું ને સમજણું થાય તો પણ પોતાનાથી અલગ કરતાં તેનો જીવ સહેજ પણ ચાલતો નથી. માં બગીચે ફરવા જાય , મંદિરે દર્શન કરવા જાય , પિયરમાં જાય કે બજારમાં ખરીદી કરવા જાય , હંમેશા પોતાના બાળકને સાથે લઇને ચાલે છે . કુટુંબમાં માતાનું અગ્ર સ્થાન છે તેમ બાળઉછેરમાં પણ માતાનું સ્થ...

“વિશ્વ પુસ્તક દિવસ” - 2022

Image
“વિશ્વ પુસ્તક દિવસ ” 23 એપ્રિલ સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિવસ ” તરીકે ઉજ વ વા માં આવે છે. આ દિવસ મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો પણ જન્મ તથા મરણદિન પણ છે. આથી યુનેસ્કો દ્વારા 1925 થી દર વર્ષે 23 એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કર વામાં આવ્યું. શેક્સપિયરના સાહિત્યક્ષેત્રે આપેલા યોગદાનને જો તાં ભારત સરકારે પણ 2001 માં આ દિવસને “વિશ્વ પુસ્તક દિવસ”ની માન્યતા આપી હતી.  આવનાર નવી પેઢીને પુસ્તકોના વાંચનમાં રસ પડે પડે અને જાગૃતિ કેળવાય તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભારતના મોટાભાગના પુસ્તકાલયોમાં વાંચન રુચિ કેળવાય તે હેતુથી કાર્યક્રમો યોજવામાં આવે છે. યુનેસ્કો દ્વારા પણ રીડિંગ , પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચાર હેતુ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કાકાસાહેબ કાલેલકર એવું કહેતા કે , “પુસ્તકો એટ્લે વ્યક્તિના વિચારોનું વસિયતનામું અને લેખકના દિલનો દસ્તાવેજ છે.” એક સારું પુસ્તક માણસની જિંદગી બદલી શકે છે એટલું જ નહિ , ઉત્કૃષ્ટ સમાજનું ઘડતર પણ કરી શકે છે . પુસ્તકો માં જ મહાન વ્યક્તિ અને મહાન રાષ્ટ્ર નું ઘડતર કરવાની તાકાત રહેલી છે. આપણી સંસ્કૃતિ...
Image
કન્યાશિક્ષણના હિમાયતી ને  ‘ભારતની કોકિલા ’   સરોજિની નાયડુ  : બહુમુખી પ્રતિભા ધરાવતા જન્મજાત કવિયિત્રી સરોજિની નાયડુ એક અડગ દેશભક્ત કુશળ રાજનીતિજ્ઞ અને સંમોહક વક્તા હતા .  પ્રથમ મહિલા રાજ્યપાલ બનનાર સરોજિની નાયડુ પોતાના જીવન કર્તવ્યોનોને સમર્પિત હતા .  હૈદરાબાદના નિઝામ કોલેજના સંસ્થાપક અઘોરનાથ ચટોપાધ્યાયને ત્યાં સરોજિની નાયડુનો જન્મ  13  ફેબ્રુઆરી  1969 ના રોજ થયો હતો .  પિતા અઘોરનાથ ચટોપાધ્યાય વૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી હતા જ્યારે માતા વરદા સુંદર કવિતાઓ લખતા હતા .  જેઓ બંગાળી ભાષામાં પણ કવિતાઓ લખતા હતા .  પિતાની ઈચ્છા પુત્રીને ગણિતજ્ઞ બનાવવાની હતી ,  પરંતુ સરોજિનીને ગણિતને બદલે કવિતામાં વધુ રસ હતો .  તેમણે માત્ર  12  વર્ષની વયે  ‘ દિલની રાણી ’  નામનું કાવ્ય લખ્યું હતું . 12  વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા ત્યારપછી લંડનની કિંગ્સ કોલેજ અને કેમ્બ્રિજ ની રીટર્ન કોલેજમાં પણ અભ્યાસ કર્યો . 16  વર્ષની વયે તેઓ અભ્યાસાર્થે ઈંગ્લેન્ડ ગયા .  તેમની કવિતા તેમણે પશ...

પરાક્રમીના પરાક્રમ

Image
પરાક્રમીના પરાક્રમ  શીર્ષક વાંચતાં જ થોડી નવાઈ લાગશે કે , આ તે ક્યા પરાક્રમીના પરાક્રમની વાત થાય છે ? આ વાત છે આપણા દેશભક્ત એવા સુભાષચંદ્ર બોઝની. ગયા વર્ષે કેન્દ્ર સરકાર ધ્વારા જાહેરાત થઈ છે કે , તેમના જન્મદિવસને હવેથી ‘ પરાક્રમ દિવસ ’ તરીકે ઉજ્વવામાં આવે છે. આપણને નવાઈ લાગશે કે એવું તે શું કર્યું આ દેશભક્તે ! એવા તે ક્યા ક્યા પરાક્રમો કર્યા જેથી આજેય યાદ કરીએ છીએ ?   આવો , પોતાના હિન્દ દેશ માટેનો એક જ પ્રસંગ જોઈશું તો ખ્યાલ આવી જશે. પોતે જે લંડનની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કરતા હતા તે કોલેજના ઘમંડી અધ્યાપકના હિંદુસ્તાન વિશેના અપમાનજનક વર્તનથી જ તેમનામાં ક્રાંતિના બીજ રોપાયાં હતાં. પોતાના ઘરેથી નીકળી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી પઠાણનો વેશ ધારણ કરી , બહેરા મૂંગા કાકા અને ઈટાલિયન વ્યક્તિ બની બર્લિનમાં રેડિયો સ્ટેશન પરથી અંગ્રેજ શાસન ઊથલાવી પાડનારની જાહેરાત કરતાં ડર્યા નહોતા. ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આઝાદ હિંદ રેડિયોની સ્થાપના પણ કરી હતી. મિત્રો, આવા તો કેટલાય પરાક્રમો કર્યા છે.  અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની વાત હોય , ઈંગ્લેન્ડ જઈ સિવિલ સેવાની પરીક્ષામાં અગ...