Posts

દાંડી યાત્રા - 2021 : આઝાદીનો અમૃત મહોત્સવ

Image
  દાંડી યાત્રા - 2021 : આઝાદીનો અમૃત મહોત્સવ   ભારતમાં ચાલી રહેલા અંગ્રેજી શાસન દરમ્યાન અહિંસક સવિનય કાનૂન ભંગની ચળવળ ગાંધીજીના નેતૃત્વમાં ૧૨ માર્ચથી શરુ થઈ ૬ એપ્રિલ ૧૯૩૦ દરમ્યાન ૨૪ દિવસ ચાલી. આ ચળવળની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હતો મીઠાનો કાયદો તોડવાનો. ભારતમાં અંગ્રેજો દ્વારા મીઠાની વેચાણકિંમત પર  2400  ટકા જેટલો વેરો લાદી દેતા ,  ગાંધીજીને તે અન્યાયી પગલું લાગ્યું હતું.  તે સમયે ભારતની માથાદીઠ આવક એક આનો સાત પાઈ હતી.  1925-26  વર્ષમાં સરકારી વાર્ષિક આવકના  19.7  ટકા આવક મીઠાના કરમાંથી થતી હતી. જેથી ગરીબ-તવંગર સહિત દેશના તમામ લોકોને સીધી રીતે સ્પર્શતા આ મુદ્દા માટે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરવાનું એલાન કર્યું. સતત ૨૪ દિવસ સુધી રોજના ૧૦ માઈલ આંતર કાપતી દાંડીકુચ ૮૦ જેટલા ૨૦ થી 30 વર્ષની આજુબાજુની ઉંમરવાળા સ્વયંસેવકોની સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીકના દરિયાકિનારે દાંડી ગમે સંપન્ન થઈ હતી.  બુની. બાપુની આ યાત્રામાં રસ્તામાં અન્ય લોકો જોડાતા ગયા. ૬ એપ્રિલ ૧૯૩૦ ના રોજ સવારે ૬:૩૦ કલાકે ચપટી મીઠું ઉપાડી મીઠાનો કાયદો તોડ...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

Image
  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ - 2021 આજનો દિવસ એટ્લે મહિલાઓના સન્માન અને ગૌરવને સદાય યાદ કરવાનો સોહામણો અવસર. સ્વામી વિવેકાનંડે સ્ત્રી શૈક્ષણ પર ખૂબ ભાર મૂક્યો હતો તે અંગેના એમના વિચારો સંકલિત કરી અહી રજૂ કરેલ છે જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી થશે.  શિક્ષણની વ્યાખ્યા કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે કે , ' શિક્ષણ મનુષ્યમાં રહેલા પૂર્ણતાનું પ્રગટીકરણ છે. ' પૂર્ણ થવા જેટલા પ્રમાણમાં પ્રગટ થાય એટલા પ્રમાણમાં મનુષ્ય શિક્ષિત થયો કહેવાય. મનુષ્યમાં જે   જ્ઞાન રહેલું છે એને માત્ર ઉદ્દીપ્ત કરવાનું કામ શિક્ષકનું છે. બાળકો એમના હાથ પગ કાન આંખોની સાથે બુદ્ધિને પણ યોગ્ય રીતે જોડતા જોડતા શીખે છે એટલું જ શિક્ષક એ જોવાનું છે.   સ્વામી વિવેકાનંદ કહ્યું કે , ' આપણે એવા શિક્ષણની જરૂર છે જે ચારિત્ર્યનું નિર્માણ કરે , મનના સામર્થ્યનો વિકાસ કરે , ઇન્દ્રિયોની શક્તિઓનો એ રીતે વિકાસ કરે જેથી શિક્ષણ લેનાર માણસ પોતે પોતાના પગ પર ઊભો રહી શકે. ' શરીર અને મન ઉપરાંત સ્વામી વિવેકાનંદ હૃદયના શિક્ષણ પર પણ ભાર મૂકે છે. સ્વામી વિવેકાનંદે સ્ત્રી શિક્ષણ ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો. માત્ર જાતીય ભેદને કારણે સમ...

વિશ્વ માતૃભાષા દિવસ

Image
  વિશ્વ માતૃભાષા દિવસ  આજે ગુજરાતી હોવાના ગૌરવ સાથે મા અને માતૃભાષાને વંદન...    અંગ્રેજીકરણના નાદમાં જ્યારે આપની ગુજરાતી ભાષા 'મા' ને બદલે 'માસી' થવા જઇ રહી છે તે આપણને કેમેય કરીને પરવડે તેમ નથી.  યુગોથી સૌના હ્રદયમાં ધબકતી યશસ્વી અને સંસ્કારી માતૃભાષા થકી મુઠ્ઠી ઊંચેરા માનવી બનીએ. માત્ર ઝુંબેશ ચલાવવાથી નહીં ચાલે,  સૌ સાથે મળી, જાગૃત બની ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતતા લાવવી પડશે.  "એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!" ઊંચનીચમાં નથી માનતી આપણી માતૃભાષા !! એટલે જ એમાં કેપીટલ કે સ્મોલ લેટર્સ નથી. વિશ્વ માતૃભાષા દિવસ ની શુભેચ્છાઓ  નાનકડી કવિતાના વિચારો સાથે વાતને અલ્પવિરામ આપીએ,  કારણ કે, આ લાંબી મઝલ હજી કાપવાની છે.    " બધી બોલીઓમાં સરળ માતૃભાષા,    અને એટલે છે સફળ માતૃભાષા .   જગતના ફલક પર ઘણી છે જબાનો,   પરંતુ અચળ ને સબળ માતૃભાષા.    ગમે તે હવામાં, ગમે ત્યાં ખીલે એ    ઊગે પંકમાં એ કમળ માતૃભાષા.   દયા, પ્રેમ, મમતા અને લાગણીનાં   બધાં દ્વાર ખોલે એ કળ માત...

ગીતા જયંતી : મોક્ષદા એકાદશી - માગશર સુદ ૧૧

Image
ગીતા જયંતી : મોક્ષદા એકાદશી - માગશર સુદ ૧૧ આજથી 5000 થી વધુ વર્ષો પહેલાં કુરુક્ષેત્રની રણભૂમિમાં - મહાભારતના યુદ્ધમાં અસમંજસમાં ફસાયેલા અર્જુનને   નિમિત્ત બનાવી સૌના હૃદયસમ્રાટ અને પ્રેમનું પ્રતીક એવા ભગવાન શ્રીકૃષ્ણના મુખે ગવાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આજે જન્મદિવસ છે. વેદવ્યાસ રચિત મહાભારતના 6 પર્વ ભીષ્મપર્વના અધ્યાય 25 થી 42 એ 18 અધ્યાય એટ્લે શ્રીમદ ભગવદ ગીતા. 18 અધ્યાય અને 700 શ્લોકોમાં ગૂંથાયેલી આ ગીતા વિશ્વને ઉચ્ચત્તમ તત્વજ્ઞાન આપી રહી છે. અત્યાર સુધીમાં સાંસ્કૃતિક કે ધાર્મિક હેતુથી લખાયેલા ધર્મગ્રંથોમાંથી એકપણ પુસ્તકનો જન્મદિવસ મનાવવામાં આવતો નથી પણ શ્રીમદ ભગવદગીતાની એક પુસ્તક નહિ , પણ ધર્મગ્રંથની જન્મજયંતી ઉજવાતી રહી છે. અર્જુન વિષાદયોગથી શરૂ થયેલી તત્વજ્ઞાનની અનુષ્ટુપ છંદમાં જ્ઞાન , કર્મ અને ભક્તિના શ્લોકોમાં રચાયેલી   વિચારધારાનો પ્રવાહ મોક્ષસંન્યાસ યોગ સુધી વહેતો રહ્યો છે. એનું કારણ છે કે , આ ગીતનો ગાનાર ખુદ ભગવાન શ્રીકૃષ્ણ છે. હતાશ અને નિરાશ થયેલા માનવસમાજને સાહસ , શ્રદ્ધા અને આશ્વાસન આપવા પ્રભુએ અર્જુનને નિમિત્ત બનાવી સૌને માર્ગદર્શન આપ્યું છે. જેમનું જીવન જ ...

૩ જી ડિસેમ્બર - ‘વિશ્વ દિવ્યાંગ દિન’ ઉજવણી

Image
                                                  વિશ્વ દિવ્યાંગ દિવસ - 2020                                          દયા કે રહેમ નહિ , પ્રેરણા અને હુંફ : ભારતીય બંધારણમાં સમાનતા , આઝાદી , ન્યાય અને સન્માનપૂર્વક જીવવાની દરેકને ખાતરી આપવામાં આવી છે. આમાં દિવ્યાંગોને અલગ ગણતા નથી. શારીરિક કે માનસિક રીતે અક્ષમ વ્યક્તિઓને જુદા ન ગણતાં તેમણે પણ આપણી સાથે આપણા જેટલા જ હકો મળે તેવું આયોજન કરવું છે. વિકલાંગ વ્યક્તિને પણ સમાજમાં સ્વમાનભેર જીવવાનો હક છે. વિકલાંગોમાં રહેલી સુષુપ્ત દર વર્ષે ૩ જી ડિસેમ્બરના રોજ ‘ વિશ્વ દિવ્યાંગ દિન ’ ની ઉજવણી કરવામાં આવે છે. દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ વિશે સમાજમાં સમજણ શક્તિઓને બહાર લાવી તેઓ સમાજમાં માનભેર જીવી શકે તથા સમાજમાં જાગૃતિ આવે તે હેતુસર વધે , તેમના પ્રત્યે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ , અધિકારો અને સુ...

TEACHERS DAY SPECIAL 2020

Image
  TEACHERS DAY SPECIAL - 2020 શિક્ષકત્વ   પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને તેમના વાતોને જીવનમાં વણી દર વર્ષે આપણે ઉજવણી કરતા રહેલા છીએ. આમ તો , શિક્ષક માટે લોકજીભે રમતો શબ્દ છે ‘માસ્તર’. માના સ્તર સુધી જઈ બાળકોને શીખવવા - સમજાવવાની જેની પાસે ત્રેવડ છે તે એટલે માસ્તર. ‘શિક્ષક’ના અંગ્રેજી મૂળાક્ષરો   TEACHER  ના શાબ્દિક અર્થ આપણે સૌ જાણીએ જ છીએ. વિદ્યાર્થીઓમાં રહેલા વિચારો અને કાર્યકુશળતા સાથે ભગવાન કૃષ્ણે જેમ અર્જુનને મહાભારતના યુદ્ધમાં   ' ઉત્તિષ્ઠ ' કહી   મન અને શરીરથી ઊભો કર્યો એમ બાળકોને સંસ્કાર સિંચન અને હિંમત આપી જ્ઞાન પૂરું પાડવાનો તથા તેમની ઈચ્છા અને ફરજ સમજાવી તૈયાર કરવાના છે. આપણે સૌ સાચા અર્થના રોલ મોડેલ બનીશું તો શિક્ષકમાંથી વિદ્યાર્થીઓ જાતે પ્રેરણા મેળવી વર્તન વ્યવહારમાં પરિવર્તન લાવી શકશે.   શિક્ષક થવું તે દુર્લભમાં દુર્લભ ઘટના છે પણ એવું ત્યારે જ કહી શકીએ કે, જ્યારે આપણે શિક્ષક તરીકેના વ્યવસાયને ઉત્તમ રીતે નિભાવીએ. આપણે સાચા અર્થના આદર્શ અને આગવી પ્રતિભા ધરાવતા શિક્ષક બન...

આનંદમયી ઓગસ્ટ - ૨૦૨૦

Image
  આનંદમયી ઓગસ્ટ - ૨૦૨૦ નાપા કન્યા ખાતે શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલને News 108ના ઝોનલ હેડ સાદિક સૈયદ તરફથી શિલ્ડ અને પ્રમાણપત્ર આપી કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરાયું હતું. બાળકો તથા શિક્ષકોના સહકાર થકી આવા સન્માનને લાયક થઇ શક્યો તેની ખુશી છે. સી.આર.સી. નાપાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલનું પ્રમાણપત્ર આપી સી.આર.સી.સી. જયંતીભાઈ મકવાણાના હસ્તે સન્માન કરાયું હતું.  આ સન્માન અર્પણ : શાળા પરિવાર ..... નાપા કન્યા ખાતે એન.કે. વર્ચ્યુઅલ સ્ટુડિયોના શુભારંભ પ્રસંગે હાજર મહાનુભાવોએ પ્રા.શાળા એક્તાનગર ( નાપા ) ની મુલાકાત લીધી હતી. જિ. પ્રા. શિ. નિવેદિતાબેન ચૌધરી, TPEO બોરસદ એમ.બી.પાંડોર તથા બી.આર.સી.સી. બોરસદ રવિભાઈ પટેલ હાજર રહ્યા હતા. મહેમાનોનું સ્વાગત ધબકાર, પ્રેરણા પ્રાર્થના અંક તથા પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત ખીલેલા કાશ્મીરી ગુલાબ દ્વારા કરાયું હતું. શાળાના 38 મા સ્થાપના દિવસની યાદમાં બે ગણા વૃક્ષ ઉછેરના સંકલ્પ અંતર્ગત જિ. પ્રા. શિ. નિવેદિતાબેન ચૌધરીના હસ્તે ઔષધીય વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. શાળા સ્ટાફ પાસેથી શાળા વિકાસ, બાળકોના Online અભ્યાસ ...