Posts

Image
કન્યાશિક્ષણના હિમાયતી ને  ‘ભારતની કોકિલા ’   સરોજિની નાયડુ  : બહુમુખી પ્રતિભા ધરાવતા જન્મજાત કવિયિત્રી સરોજિની નાયડુ એક અડગ દેશભક્ત કુશળ રાજનીતિજ્ઞ અને સંમોહક વક્તા હતા .  પ્રથમ મહિલા રાજ્યપાલ બનનાર સરોજિની નાયડુ પોતાના જીવન કર્તવ્યોનોને સમર્પિત હતા .  હૈદરાબાદના નિઝામ કોલેજના સંસ્થાપક અઘોરનાથ ચટોપાધ્યાયને ત્યાં સરોજિની નાયડુનો જન્મ  13  ફેબ્રુઆરી  1969 ના રોજ થયો હતો .  પિતા અઘોરનાથ ચટોપાધ્યાય વૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી હતા જ્યારે માતા વરદા સુંદર કવિતાઓ લખતા હતા .  જેઓ બંગાળી ભાષામાં પણ કવિતાઓ લખતા હતા .  પિતાની ઈચ્છા પુત્રીને ગણિતજ્ઞ બનાવવાની હતી ,  પરંતુ સરોજિનીને ગણિતને બદલે કવિતામાં વધુ રસ હતો .  તેમણે માત્ર  12  વર્ષની વયે  ‘ દિલની રાણી ’  નામનું કાવ્ય લખ્યું હતું . 12  વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા ત્યારપછી લંડનની કિંગ્સ કોલેજ અને કેમ્બ્રિજ ની રીટર્ન કોલેજમાં પણ અભ્યાસ કર્યો . 16  વર્ષની વયે તેઓ અભ્યાસાર્થે ઈંગ્લેન્ડ ગયા .  તેમની કવિતા તેમણે પશ...

પરાક્રમીના પરાક્રમ

Image
પરાક્રમીના પરાક્રમ  શીર્ષક વાંચતાં જ થોડી નવાઈ લાગશે કે , આ તે ક્યા પરાક્રમીના પરાક્રમની વાત થાય છે ? આ વાત છે આપણા દેશભક્ત એવા સુભાષચંદ્ર બોઝની. ગયા વર્ષે કેન્દ્ર સરકાર ધ્વારા જાહેરાત થઈ છે કે , તેમના જન્મદિવસને હવેથી ‘ પરાક્રમ દિવસ ’ તરીકે ઉજ્વવામાં આવે છે. આપણને નવાઈ લાગશે કે એવું તે શું કર્યું આ દેશભક્તે ! એવા તે ક્યા ક્યા પરાક્રમો કર્યા જેથી આજેય યાદ કરીએ છીએ ?   આવો , પોતાના હિન્દ દેશ માટેનો એક જ પ્રસંગ જોઈશું તો ખ્યાલ આવી જશે. પોતે જે લંડનની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કરતા હતા તે કોલેજના ઘમંડી અધ્યાપકના હિંદુસ્તાન વિશેના અપમાનજનક વર્તનથી જ તેમનામાં ક્રાંતિના બીજ રોપાયાં હતાં. પોતાના ઘરેથી નીકળી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી પઠાણનો વેશ ધારણ કરી , બહેરા મૂંગા કાકા અને ઈટાલિયન વ્યક્તિ બની બર્લિનમાં રેડિયો સ્ટેશન પરથી અંગ્રેજ શાસન ઊથલાવી પાડનારની જાહેરાત કરતાં ડર્યા નહોતા. ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આઝાદ હિંદ રેડિયોની સ્થાપના પણ કરી હતી. મિત્રો, આવા તો કેટલાય પરાક્રમો કર્યા છે.  અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની વાત હોય , ઈંગ્લેન્ડ જઈ સિવિલ સેવાની પરીક્ષામાં અગ...

વિવેકાનંદ અને વિચાર

Image
                                                            વિવેકાનંદ અને વિચાર   સ્વામીજી વૈદિક ધર્મ અને સંસ્કૃતિના સમસ્ત સ્વરૂપનું ઉજ્જવળ પ્રતીક હતા એવા બાળપણના નરેન્દ્રદત્ત એટ્લે સ્વામી વિવેકાનંદ જે આપણા આધુનિક માનવના આદર્શ પ્રતિનિધિ હતા . દેશ - વિદેશમાં આપેલાં વ્યાખ્યાનો , પુસ્તકો , લેખો થકી સમગ્ર વિશ્વને તેમનું જ્ઞાન અને શિક્ષણ આજે પણ એટલું જ ઉપયોગી રહ્યું છે. સાચા ધર્મના શિક્ષણની સાથે એમણે સમગ્ર વિશ્વ ને ' શિવભાવે જીવસેવા ' નો બોધપાઠ પણ એમણે જ આપ્યો હતો . આપણને માનવ બનાવનારા ધર્મ અને દર્શનનું શિક્ષણ આપી ભારત ની શક્તિનું રહસ્ય એવી સંસ્કૃત ભાષા શીખવા ઉપર પણ ખૂબ ભાર મૂક્યો જે આપણા રાષ્ટ્રનિર્માણ ની અનન્ય દેન છે. આ વા અનન્ય દ્રષ્ટિકોણથી સ્વામી વિવેકાનંદ માત્ર ભારતમાં જ નહિ , પરંતુ સમગ્ર ઇતિહાસમાં ઉચ્ચસ્થા ને બિરાજેલા છે. શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ' હિન્દુઓના ધાર્મિક વિચારો ' વિષય પર આપેલા ભાષણમાં એમનો ઉપદેશ કૃષ્ણ , બુદ...
Image
  ‘મૂ છાળી મા ’ --  બાલવાર્તા દિન   બાળ કેળવણીના ભીષ્મપિતામહ એવા  ગિજુભાઈ બધેકાના જન્મદિવસ ( 15 નવેમ્બર)ને ' બાલવાર્તા દિન ' તરીકે ઉજવવાનું ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયું તેની ખૂબ જ ખુશી છે. કારણકે,  સાહિત્યમાં અને વિશેષ કરીને બાળ સાહિત્યક્ષેત્રે  ગિજુભાઈ નું અમૂલ્ય યોગદાન છે.  શિક્ષણમાં મોન્ટેસરી પદ્ધતિના તેઓ હિમાયતી હતા.  બાળકોના જીવન વિકાસ માટે શિક્ષણ પદ્ધતિને એક ન વા આયામ તરીકે પસંદ કરી , કેળવણીમાં ન વા આદર્શ સાથે શિક્ષણ અને સમાજને પ્રકાશિત કર નાર ‘મૂ છાળી મા ’ તરીકે પ્રસિદ્ધ એવા ગિજુભાઈ બધેકાનો જન્મ 15 નવેમ્બર 1885 ના રોજ અમરેલી જિલ્લાના ચિત્તલમાં થયો હતો. તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે , શિક્ષક જ બાળકોનો માર્ગદર્શક બની શકે છે. શિક્ષણ જગતને દિ વાસ્વપ્ન , બાલસાહિત્ય વાટિકા , મા બાપ થવું આકરું છે તથા વાર્તાનું શાસ્ત્ર જેવા પુસ્તકો આપી બાલ મંદિરના શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો હતો. મેડમ મોન્ટેસરીના દર્શનથી પ્રભાવિત ગિજુભાઈએ ઇન્દ્રિયોની કેળવણી ઉપર જ ભાર આપી બાળકો વાર્તા , ગીત , રમત , સુશોભન , ચિત્રકામ અને નાટકો જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ...

અસરદાર સરદાર

Image
  અસરદાર ' સરદાર'      ભારતના છુટાછવાયા રજવાડાને એક કરી અખંડ ભારતનું   નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ 31 મી ઓક્ટોબરને   ‘ રાષ્ટ્રીય એકતા દિવસ ’   તરીકે મનાવવામાં આવે છે.  1600 થી વધુ ભાષાઓ બોલતા ભારત દેશમાં હિન્દૂ , મુસ્લિમ , શીખ , ઈસાઈ , જૈન અને પારસી સમુદાય વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ પોશાકો અને રીત રિવાજોમાં   પણ આજે એક થઈને જીવી રહ્યો છે તેના પાયામાં સરદાર પટેલનો મોટો ફાળો રહેલો છે . 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદમાં જન્મેલ સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ તાલુકાના કરમસદના વતની હતા. પિતા ઝવેરભાઇ તથા માતા લાલભાઈના સંસ્કારો લઈને ઉછર્યા હતા. 1857 ના સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં જોડાયા. પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું , પેટલાદની શાળામાં અંગ્રેજી પાંચમું ધોરણ પાસ કરી નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું. સ્થાનિક મિત્રો અને વકીલો પાસેથી ઉછીના પુસ્તકો લઈ વકીલાતનો અભ્યાસ શરૂ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલમાં અલગ જ પ્રકારની ખુમારી , ઉત્સાહ અને આનંદ હતો. સૌપ્રથમ ગોધરામાં વકીલાત શરૂ કરી. વકીલાતના વ્યવસાય બાદ દસ હજાર રૂપિય...

"....તો તમે શિક્ષક થવાને લાયક જ નથી."

Image
"....તો તમે શિક્ષક થવાને લાયક જ નથી." આજે એકતાનગર પ્રાથમિક શાળામાં મુખ્યશિક્ષકની જવાબદારી સંભાળીને 9 વર્ષ પૂર્ણ થયા છે. શાળાના મુખ્યશિક્ષક કરતાંય શિક્ષક હોવાનું ગૌરવ વધારે છે. શાળા, બાળકો, ગામ અને વાલીઓના સંપૂર્ણ સહકારથી 9 વર્ષમાં શાળામાં ઘણો બદલાવ થઈ શક્યો છે એનો આનંદ છે. 'પરિવર્તન સંસારનો નિયમ છે' એટ્લે પહેલાં જે પણ હતું તેમાં બદલ ચોક્કસ આવ્યો છે.  કશુંક નવું કરવાની ખેવનાને કારણે શાળામાં 10 થી વધુ નવા આયામો સાથે સતત પાંચ વર્ષ સુધી ઇનોવેશનમાં 6 કૃતિઓ રજૂ કરી શાળાના બાળકોને અવકાશ અને આકાશ પૂરું પાડવાનો એક સફળ પ્રયાસ શાળાના શિક્ષકોના સહકાર (મોર પીંછાથી જ રળિયામણો..) થી થઈ શક્યો છે. શાળામાં અવનવી પ્રવૃત્તિઓ હાથ ધરવાથી કામ કર્યાનો આત્મસંતોષ તો મળે છે પણ એટલેથી અટકી ન જતા રોજ કંઈક નવું વિચારવાનો સિલસિલો હજી ચાલુ જ છે. (પણ હા.. આપણે કંઈક નવું કરીએ એ બીજાને ન ગમે એવુંય બની શકે..?!?)  આજના લખાણનું Heading વાંચીને થોડું આશ્ચર્ય થયું હશે ? આ જ વાત કરું છું પણ પહેલાં બીજી વાત કરી લઉં. હું અભ્યાસ કરતો હતો ત્યારથી કેટલાક શિક્ષકોને કાર્ય કરતાં જોઈ મને પણ શિક્ષક બનવાની તાલાવેલી હતી...