Posts

કોમી એખલાસની જોડી વસંત રજબ

Image
  કોમી એખલાસની જોડી વસંત રજબ : અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળે છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમથી આ રથયાત્રા પસાર થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે , ગયા વર્ષે આ રથયાત્રા કોરોના મહામારીને કારણે રદ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ કોરોના ગાઈડલાઇનને અનુસરી ઓછા સમયમાં નિયત વિસ્તારમાં રથયાત્રામાં પ્રભુ નગરચર્યા કરશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી રથયાત્રાની સુરક્ષા માટે મહિના પહેલાં તૈયારીઓ શરૂ કરવામાં આવે છે . દર વર્ષે નીકળતી રથયાત્રા આમ તો કોમી એકતાનું એક ઉદાહરણ છે. દર વર્ષે રથયાત્રા પહેલાં સુરક્ષાને લઈને તંત્ર અને ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. આજના દિવસે વર્ષો પહેલા રથયાત્રામાં થયેલા રમખાણોમાં લોકોના જીવ બચાવવા અને કોમી એકતા જાળવવા માટે જીવ આપનાર વસંત અને રજબને યાદ કરવામાં આવે છે. 1946 માં પ્રથમ વખત રથયાત્રામાં હિંસા શરૂ થઈ , ત્યારે કોમી એખલાસ જાળવી આ બંને મિત્રોએ પ્રાણોની આહુતિ આપી હતી.   વસંતરાવ હેગિષ્ટે પર ગાંધી વિચારોનો ખૂબ ઊંડો પ્રભાવ હતો અને 15 વર્ષની ઉંમરે જ તેમણે ભણવાનું છોડી દીધું હતું. તેઓ ગાંધીજી સાથે ચળવળમાં...

સંન્યાસી સ્વામી વિવેકાનંદ

Image
સંન્યાસી સ્વામી વિવેકાનંદ  એક સાધુનો ન્યુયોર્કમાં મોટો પત્રકાર ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો. પત્રકાર: સર! તમે છેલ્લા પ્રવચનમાં સંપર્ક (Contact) અને જોડાણ (Connection) પર વાતો કરી પરંતુ એ વાતો બહુ જ મૂંઝવણમાં મુકનારી છે, શું તમે સમજાવી શકશો? સંન્યાસીએ સ્મિત કર્યું અને તેમણે કંઈક અલગ જ બીજા પત્રકારો સાથે પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું. પત્રકારને પૂછ્યું: તમે ન્યુયોર્કમાં રહો છો? પત્રકાર: હા. સંન્યાસી તમારા ઘરમાં કોણ કોણ છે? પત્રકારને લાગ્યું કે, સાધુ એનો સવાલ ટાળવાની કોશિશ કરી રહ્યો છે કારણ કે સાધુનો સવાલ "બહુ જ વ્યક્તિગત અને તેણે પૂછેલા સવાલના જવાબથી અલગ હતો. છતાં પણ પત્રકાર બોલ્યો: મારી માં હવે નથી, પિતા છે અને 3 ભાઈઓ અને એક બહેન છે. બધા જ પરણેલા છે. સંન્યાસી"એ ચહેરા પર સ્મિત  લાવી પૂછ્યું: તમે તમારા પિતા સાથે વાત કરો છો? પત્રકાર ચહેરાથી ગુસ્સે થતો લાગ્યો. સંન્યાસીએ પૂછ્યું: તમે તમારા પિતા સાથે છેલ્લે ક્યારે વાત કરી હતી? પત્રકારે પોતાના ગુસ્સાને દબાવતા જવાબ આપ્યો: કદાચ એક મહિના પહેલા ! સંન્યાસી"એ પૂછ્યું: શું તમે ભાઈ બહેન કાયમ મળો છો? તમે બધા જ એક પરિવારની જેમ છેલ્લા ક્યારે મળ્ય...

દિન વિશેષ : રામપ્રસાદ બિસ્મિલ

Image
 દિન વિશેષ : રામપ્રસાદ બિસ્મિલ  એક નાના બાળકે પોતાના ગુરુ પાસે આવી કહ્યું કે , ગુરુજી આપની સામે પ્રતિજ્ઞા કરું છું કે , " અંગ્રેજ રાજ્યનો નાશ કરવા હું જીવનભર ઝઝૂમીશ. આ પ્રતિજ્ઞા એ જ મારો જીવનમંત્ર" ગુરુજી કહેવા લાગ્યા , "બેટા , તારા જીવનમાં વિચિત્ર ઘટનાઓ બનશે. એ ઘટનાઓ તારા દેહને , આયુષ્યને જોખમમાં મુકશે , તારો દેહ જગત પર રહેશે નહીં , પણ તારા કાર્યો બીજાને પ્રેરક બનશે. તું વાતાવરણને ઉગ્ર રૂપ ન આપતો." મિત્રો , નાનપણમાં અંગ્રેજ સલ્તનતને નાશ કરવાની આવી પ્રતિજ્ઞા લેનાર અને પોતાનામાં સ્વદેશપ્રેમ જાળવી રાખનાર ક્રાંતિવીર વીર હતા રામપ્રસાદ બિસ્મિલ. જેઓ ઘરબાર છોડી દેશસેવામાં જોડાઈ ગયા. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ 11મી જૂન 1897ના રોજ થયો હતો. પિતાનું નામ મુરલીધર હતું.  અંગ્રેજો સારા વિશ્વમાં છવાયેલા હતા. ભારત પણ એમની ગુલામીનું ભોગ બન્યું હતું. તે વખતે ભારતમાં એકતા અને રાષ્ટ્રભાવનાનો એક જુવાળ ચાલી રહ્યો હતો. કોઈપણ રીતે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવાની અને દેશ માટે બલિદાન આપવાની ચેતના જાગૃત કરવાનું કામ રામપ્રસાદ બિસ્મિલ જેવા ક્રાંતિકારી વીરોએ કર્યું હતું. આને લીધે સમાજમાં દેશદ...

દિન વિશેષ : ગુજરાતની કોયલ દિવાળીબેન ભીલ

Image
 દિન વિશેષ :  ગુજરાતની કોયલ દિવાળીબેન ભીલ   "મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે…” , " પાપ તારું પરકાશ જાડેજા... " અને   “હું તો કાગળીયા લખી લખી થાકી…” આ ગીતો સાંભળતા જ આપનું ગુર્જરપણું જાગી ઊઠે ને એક જ નામ યાદ આવે અને તે એટ્લે ગુજરાતી લોકગીતોના સ્વરસામ્રાજ્ઞી અને ગુજરાતની કોયલ એવા દિવાળીબેન ભીલ. ગુજરાતી ભજનો અને લોકગીતોને ગુજરાત જ નહિ , પણ વિશ્વના અન્ય દેશોમાં પણ પહોચાડનાર દિવાળીબેન ભીલનો જ્ન્મ ૦૨/૦૬/૧૯૪૩ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં પિતા પૂંજાભાઈ અને માતા મોંઘીબેનના ઘરે થયો હતો.   પિતાને રેલવેમાં નોકરી મળતા દિવાળીબેન ૯ વરસની ઉંમરે જૂ નાગઢ આવ્યા. પોતાની માતા સવારના પહોરે દરણું દળતી ત્યારે માતા જે લોકગીતો કે લગ્નગીતો ગાતા તે ઝીલીને પોતે શીખતા હતા. ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે શરૂઆતમાં એમણે ડોક્ટરના ઘરે રસોઇ બનાવ વાનું પણ કાર્ય કર્યું. લગ્નજીવન થી બંધાયા પણ પિતાને વેવાઈ સાથે મનદુઃખ થતાં બીજા જ દિવસે સાસરિયું છોડી દીધું અને પછી એમણે ક્યારેય લગ્ન કર્યા નહીં. આજીવન બ્રહ્મચર્યની અલખ આરાધના જીવનના છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખી.   હેમ...

‘વિશ્વ પુસ્તક દિવસ’ - 23 એપ્રિલ 2021

Image
‘ વિશ્વ પુસ્તક દિવસ’ - 23 એપ્રિલ 2021    યુનેસ્કો દ્વારા દર વર્ષે ૨૩ એપ્રિલે સમગ્ર વિશ્વમાં ઉજવાતો  ‘ વિશ્વ પુસ્તક દિવસ’ એટલે પુસ્તકની આગળ મસ્તક નમાવીને તેને વંદન કરવાનો દિવસ. આ યુગ ‘મસલ’ કે ‘મની પાવર’નો યુગ નથી , ‘ માઈન્ડ પાવર’ નો યુગ છે. એટલે વારસામાં બાળકોને ‘સંપત્તિ’ નહીં આપીએ તો ચાલશે પરંતુ સારાં પુસ્તકો અવશ્ય આપીએ.  “જે ઘરમાં દસ સારા પુસ્તકો ન હોય ત્યાં છોકરી આપવામાં કે લેવામાં જોખમ છે.”  ગુણવંત શાહના આ ઉત્તમ વિચારને સમજી લેવાની જરૂર છે. માણસના સ્વભાવ અને ઘડતરમાં માબાપ જેટલો પ્રભાવ છે તેટલો જ પ્રભાવ પુસ્તકોનો પણ છે. જીવનમાં મહાન કાર્યો કરવા અને આપણી નિષ્ફળતાઓને દૂર કરવા પ્રેરણા આપનાર પુસ્તકો પાસેથી જીવન જીવવાની કળા શીખવાની જરૂર છે.  સારા પુસ્તકો સાથેની મિત્રતા આપણને સારા વ્યક્તિ બનાવે છે. પુસ્તકો આપણા જીવનમાં સકારાત્મક મૂલ્ય લાવે છે. સારા દોસ્ત વગર જીવન જીવવું સરળ નથી એમ સારા પુસ્તકો વગર પણ જીવન અસહય જ ગણાય. એક સારા મિત્રની જેમ સારા વિચારો આપણા મનને સમૃદ્ધ બનાવે છે.  દુર્ગમ જંગલની વચ્ચે આવેલા નાનકડા ગામમાં રહીને કરિયાણાની દુકાનમાં કામ કરીને છાપાન...

દાંડી યાત્રા - 2021 : આઝાદીનો અમૃત મહોત્સવ

Image
  દાંડી યાત્રા - 2021 : આઝાદીનો અમૃત મહોત્સવ   ભારતમાં ચાલી રહેલા અંગ્રેજી શાસન દરમ્યાન અહિંસક સવિનય કાનૂન ભંગની ચળવળ ગાંધીજીના નેતૃત્વમાં ૧૨ માર્ચથી શરુ થઈ ૬ એપ્રિલ ૧૯૩૦ દરમ્યાન ૨૪ દિવસ ચાલી. આ ચળવળની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હતો મીઠાનો કાયદો તોડવાનો. ભારતમાં અંગ્રેજો દ્વારા મીઠાની વેચાણકિંમત પર  2400  ટકા જેટલો વેરો લાદી દેતા ,  ગાંધીજીને તે અન્યાયી પગલું લાગ્યું હતું.  તે સમયે ભારતની માથાદીઠ આવક એક આનો સાત પાઈ હતી.  1925-26  વર્ષમાં સરકારી વાર્ષિક આવકના  19.7  ટકા આવક મીઠાના કરમાંથી થતી હતી. જેથી ગરીબ-તવંગર સહિત દેશના તમામ લોકોને સીધી રીતે સ્પર્શતા આ મુદ્દા માટે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરવાનું એલાન કર્યું. સતત ૨૪ દિવસ સુધી રોજના ૧૦ માઈલ આંતર કાપતી દાંડીકુચ ૮૦ જેટલા ૨૦ થી 30 વર્ષની આજુબાજુની ઉંમરવાળા સ્વયંસેવકોની સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીકના દરિયાકિનારે દાંડી ગમે સંપન્ન થઈ હતી.  બુની. બાપુની આ યાત્રામાં રસ્તામાં અન્ય લોકો જોડાતા ગયા. ૬ એપ્રિલ ૧૯૩૦ ના રોજ સવારે ૬:૩૦ કલાકે ચપટી મીઠું ઉપાડી મીઠાનો કાયદો તોડ...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

Image
  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ - 2021 આજનો દિવસ એટ્લે મહિલાઓના સન્માન અને ગૌરવને સદાય યાદ કરવાનો સોહામણો અવસર. સ્વામી વિવેકાનંડે સ્ત્રી શૈક્ષણ પર ખૂબ ભાર મૂક્યો હતો તે અંગેના એમના વિચારો સંકલિત કરી અહી રજૂ કરેલ છે જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી થશે.  શિક્ષણની વ્યાખ્યા કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે કે , ' શિક્ષણ મનુષ્યમાં રહેલા પૂર્ણતાનું પ્રગટીકરણ છે. ' પૂર્ણ થવા જેટલા પ્રમાણમાં પ્રગટ થાય એટલા પ્રમાણમાં મનુષ્ય શિક્ષિત થયો કહેવાય. મનુષ્યમાં જે   જ્ઞાન રહેલું છે એને માત્ર ઉદ્દીપ્ત કરવાનું કામ શિક્ષકનું છે. બાળકો એમના હાથ પગ કાન આંખોની સાથે બુદ્ધિને પણ યોગ્ય રીતે જોડતા જોડતા શીખે છે એટલું જ શિક્ષક એ જોવાનું છે.   સ્વામી વિવેકાનંદ કહ્યું કે , ' આપણે એવા શિક્ષણની જરૂર છે જે ચારિત્ર્યનું નિર્માણ કરે , મનના સામર્થ્યનો વિકાસ કરે , ઇન્દ્રિયોની શક્તિઓનો એ રીતે વિકાસ કરે જેથી શિક્ષણ લેનાર માણસ પોતે પોતાના પગ પર ઊભો રહી શકે. ' શરીર અને મન ઉપરાંત સ્વામી વિવેકાનંદ હૃદયના શિક્ષણ પર પણ ભાર મૂકે છે. સ્વામી વિવેકાનંદે સ્ત્રી શિક્ષણ ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો. માત્ર જાતીય ભેદને કારણે સમ...