Posts

મોહકતા ને માંગણીનો સંગમ

Image
  મોહકતા ને માંગણી નો સંગમ      ઉત્તરાયણ પછી ઉજવાતો સૌથી મોટો ઉત્સવ એટલે વસંતોત્સવ. માઘ માસની શુકલ પક્ષની પંચમીના દિવસે આવતી વસંતપંચમી આમ તો વેદકાલીન ઉત્સવ ગણાય છે. કુદરત પાનખર પછી સોળે કળાએ ખીલી , સૌદર્યની લહાણી કરતો આ કુદરતી ઉત્સવ માનવામાં આવે છે. સૃષ્ટિને વાચા આપવા બ્રહ્માજીના કમંડળમાથી જળ છાંટતા માનવીજીવનમાં શબ્દોની શક્તિનો સંચાર થયો. વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી મા સરસ્વતીના પ્રાદુર્ભાવનો આ દિવસ છે. પાનખરને વિદાય આપી વસંતને ઉમળકાભેર આવકારવાનો અને માણવાનો પવિત્ર દિવસ એટ્લે વસંતપંચમી. બુદ્ધિ , વિદ્યા અને જ્ઞાનની દેવી તથા બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ જેવા દેવતાઓ પણ જેને નમન કરે તેવા પરમેશ્વરી ભગવતી માં સરસ્વતીની આરાધના કરવાનો પણ ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. ‘ શ્રીમદ ભગવદગીતા ’, ‘ રામાયણ ’ અને ‘ ઋતુસંહાર ’ કાવ્યમાં પણ ઋતુરાજ વસંતનો ઉલ્લેખ કરાયો છે. જીવન જીવવાની સાચી રીત શીખવી વિચાર , વાણી અને વર્તનને પરિશુદ્ધ કરનાર ‘ શિક્ષાપત્રી ’ ગ્રંથનો પ્રાદુર્ભાવ પણ આ દિવસે જ થયો હતો. આ દિવસે કોઈ મુહૂર્ત જોયા વગર જ શુભકાર્યોની શરૂઆત કરવામાં આવે છે. પહેલાંના બ્રાહ્મણો પોતાના બાળ...

સરવૈયું - '23

Image
  સરવૈયું - '23  આ લખું છું ત્યારે સપ્ટેમ્બર માસની 24 તારીખના સૂરજના કિરણોની ઉષ્મા અનુભવી રહ્યો છું.    ગઇકાલે તા: 23/09/23 હતી. સુભગ સમન્વય એવો સધાયો કે, આ દિવસે એક જ સમયે બે સ્થળોએથી બાળકોના આશીર્વાદ અને મારા સહકર્મચારીઓના સહકારના ભાગરૂપે મારા શાળાકીય કાર્યોની સુવાસના પરિપાક રૂપે સુરતના The Sadharn Gujrat Chamber of Commerce & Industry ધ્વારા 'શ્રેષ્ઠ ગુરુવર્ય એવોર્ડ' અને વલ્લભ વિદ્યાનગરની Indian Society For Training And Development (ISTD), Anand ધ્વારા 'અનન્ય - યુનિક ટીચર્સ ફેલિસીટેશન' એવોર્ડ પ્રાપ્ત થયો. જે મારી શાળાને અર્પણ કરું છું.       આ વાંચશો ત્યારે એમ થશે કે, "એવોર્ડ પ્રાપ્ત થાય એનો ઢોલ જાતે જ પીટવાનો ના હોય" પરંતુ સાચી સ્થિતિ એ છે કે, આપણી શાળાના બાળકો માટે જે કામ કરતા રહેલા છીએ તેમાં આપણે એકલા જ નથી હોતા. આખી ટીમ સાથે હોય તો જ આ બધા સફળ કાર્યો શક્ય છે. મારા 23 વર્ષના નોકરીના સમયગાળામાં આર્ટ એન્ડ કલ્ચર એકેડમી, મહારાષ્ટ્ર, નિવેદિતા ફાઉન્ડેશન - આણંદ, લાયન્સ કલબ, GCERT ગાંધીનગર, DIET આણંદ અને જિલ્લાના શિક્ષણ વિભાગ ધ્વારા અલગ અલગ રી...

'મૈત્રી' - "Happy Friendship Day"- 23

Image
  'મૈત્રી ' - " Happy Friendship Day" માણસ પૃથ્વી પર જન્મ લઈને આવે છે ત્યારથી જ કોઈને કોઈ સંબંધથી જોડાતો રહેલો છે. કેટલાક સંબંધો એવા હોય છે કે જે તમે ઈચ્છો નહીં તો પણ જોડાયેલા રહે છે પણ એક સંબંધ એવો છે જે પોતાની સમજણથી જોડી શકાય જેને આપણે પોતે પસંદ કરી શકીએ. જીવનના દરેક પ્રસંગોમાં આપણે કેટલાય લોકોને મળતા હોઈએ છીએ , ઓળખતા હોઈએ છીએ પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે , જે આપણી સાથે ન ખબર પડતાં જોડાઈ જ તી હોય છે. એટલું જ નહીં , ફરીથી એમને મળીએ ત્યારે આપણને અત્યંત ખુશી પણ થતી હોય છે. મિત્રતામાં લેવા કરતાં આપવાનું વધારે હોય છે , જતું પણ કરવું પડતું હોય છે. એકબીજાની કુટેવો જાણતા હોવા છ્તાં નજર અંદાજ કરી ધીમે ધીમે તેને બદલવાની કુશળતા કેળવવી પડે. મિત્રતામાં ઉપયોગિતાભર્યા સંબંધો લાંબા ટકતા નથી. જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે આપણને જે વ્યક્તિની મદદની જરૂર પડે તે વ્યક્તિ મિત્ર જ હોય. સાચે જ કહેવાયું છે કે ,   ' મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય , સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય. હાથ ફેલાવીએ ને હૈયું આપી દે, જેની સામે દુઃખનું નાનું પોટલું ખોલી દઈએ ને કોથળો ભરીને સ...

સ્ત્રી સશક્તિકરણ : સન્માન અને સ્વીકાર

Image
  સ્ત્રી સશક્તિકરણ :  સન્માન અને સ્વીકાર   પ્રાચીન વેદકાળથી લઈને અર્વાચીનકાળ સુધી સમાજમાં સ્ત્રીનું અનોખું સ્થાન રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં   પણ   નારીને જગદંબાનો અવતાર   માનવામાં આવે   છે.    8 માર્ચ   આવે   એટ્લે સ્ત્રી સશક્તિકરણ   અને સ્ત્રી સન્માનની વાતો   બધાના મગજમાં ફૂટી નીકળતી હોય છે.   ખરેખર તો ઘર અને પરિવારની મહત્વની જવાબદારી સંભાળતી સ્ત્રીને કાયમી અને યોગ્ય સન્માન મળતું રહેવું જોઈએ .  કોઈએ સાચું જ કહ્યું છે કે ,  “નારી તું નારાયણી છે જગમાં ,  તું કલ્યાણી છે ,  શક્તિનું રૂપ છે વિરાટ ,  તારી સહનશીલતા   અપાર   છે ,  તું હર જન્મે પૂજ્ય છે વર્ષોથી ,  તું વંદનીય છે ,  તું દેવી છે ,  તું કરુણા છે ,  હર યુગે તુ સન્માન માટે હકદાર છે .”  મનુ મહારાજે પણ કહ્યું છે કે ,  “યત્ર નાર્યસ્તુ પૂજયન્તે ,  રમન્તે તત્ર દેવતા..“ દેશ ,  સમાજ અને પરિવારના ઉજજવળ ભવિષ્ય માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. મહિલા સશક્તિકરણનો અર્થ એ છે કે ,  સ્ત્રી...

લગ્નો અને આડેધડ ખર્ચા

Image
  લગ્નો અને આડેધડ ખર્ચા  (આ ચિત્ર પ્રતિકાત્મક છે) થોડા દિવસ પહેલાં લગ્નમાં અમદાવાદ જવાનું થયું. એક હોટલના બેંકવેટ હોલમાં લગ્ન હોઈ વધામણાં થઈ રહ્યા હતાં. ઢોલીડાના તાલે નોટો ઊછળતી હતી. ક્યાંક પગ નીચે કચડાતી પણ જોવા મળી, આ જોતાં એમ લાગ્યું કે શું આ યોગ્ય છે ખરું ?  લગ્નના માહોલને જોતાં લાગ્યું કે, કેટલા ખોટા ખર્ચ કરી પૈસા વેડફતા રહ્યા છીએ. ખર્ચ ન જ કરવો જોઈએ એવું મારું વલણ નથી, પણ જરૂર હોય ત્યાં ને જરૂર હોય એટલો જ ખર્ચ કરવામાં આવે તો એકેય પક્ષને વાંધો હોતો નથી.પણ આ બધામાં આપણને એ ચિંતા છે કે, બીજા લોકો શું કહેશે? આ જ ચિંતામાં આપણે આગળ વધતા રહીએ છીએ ને જરૂર કરતાં વધુ ખર્ચ કરતા રહીએ છીએ. બીજાઓને સારું લગાડવામાં આપણે મનથી કેટલા નબળા થઈ જઈએ છીએ તે તો કોઈ દિવસ વિચારતા જ નથી.!! ખેર, જવા દો એ વાત.. પણ એ વાત નક્કી કરવી જ પડે કે, ખર્ચ પર કાબૂ રાખીએ. એક વિચાર એ પણ આવ્યો કે, એક લગ્નને લીધે કેટલા લોકોને રોજીરોટી મળે છે. આ વખતે મને જે યાદ આવ્યું ને જોવા મળ્યું એ લખ્યું છે. તમને યાદ આવે તો ઉમેરી લેજો.  ૧.ભોજન (કેટરર્સ) ૨.મંડપ (ડેકોરેશન) ૩.ફોટોગ્રાફી ૪.બસ,ગાડી ૫.ફૂલમાળી  ૬. બેન્ડ...

વાર્તાની અનોખી વાત ...

Image
 વાર્તાની અનોખી વાત ... આપણે સૌ જ્ઞાત છીએ કે, સરકાર ધ્વારા ગયા વર્ષે ગિજુભાઈ બધેકાના જન્મદિવસને અલગ રીતે ઉજવવામાં આવેલ છે. એટલું જ નહિ, ગિજુભાઈને સાચા અર્થનું સન્માન આપી આખા વર્ષને "બાલવાર્તા વર્ષ" તરીકે ઉજ્વવાનું જાહેર થયું ને એ પ્રમાણે કામ પણ થઈ રહ્યું છે તેનો આનંદ છે. સૌ વાલીઓ અને બાળકો માટે ચિંતિત એવા ગિજુભાઈ માટે જેટલું બોલીએ કે લખીએ તે ઓછું જ પડે. શિક્ષણના નવા નવા આયામો દ્વારા ચીલાચાલુ પદ્ધતિના શિક્ષણને બદલે બાળકોને પ્રેમ, સમજાવટ, હળવાશ, સહાનુભૂતિ અને સંવેદનશીલતા સાથે ભણાવવાની વાતનો પાયો નાખનાર ગિજુભાઈને આજે પણ યાદ કરવા પડે. અવનવી ઉત્તમ તારાઓ સાથે બાળકોને તૈયાર કરવાની પોતાના પ્રયોગોને સીમિત ન રાખતા આપણા સુધી તે પ્રયોગો પહોંચતા આજે શિક્ષણ 'સોટી વાગે ચમ ચમ...'ને બદલે પ્રવૃત્તિઓ આધારિત અને સ્નેહાળ વાતાવરણમાં ચાલી રહ્યું છે. ગિજુભાઈ બધેકાએ શિક્ષક અને શિક્ષણની તથા શાળા અને સાહિત્યની જે વિભાવના સમાજમાં પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો હતો તેને આજે આપણે નિષ્ઠા સાથે પૂરતા સાધનો અને યોગ્ય સંચાલન સાથે આગળ વધવું જ રહ્યું.  આદર્શ શિક્ષણમાંથી નિર્માણ થતો આદર્શ માનવી તૈયાર કરવા...

રાવણ દહન - દશેરા

Image
રાવણ દહન - દશેરા   દશેરાના પવિત્ર દિવસે સાંજના સમયે રાવણ દહન જોવા જવાનો મોકો મળ્યો. ખૂબ ભીડભાડવાળી જગ્યામાં રાવણનું દહન થવાની તૈયારી હતી. સાંજ ઢળવા આવી હતી. નાના મોટા સૌ આ દ્રશ્ય નિહાળવા ઉત્સુક હતા. (રાવણના દસ માથાં જોઈ લાગ્યું કે, સાચે રાવણને 10 માથાં હતાં કે પછી 10 માથાં જેટલું અભિમાન હતું?)   છોડો.. વાત કરવી છે તે રહી જશે..  બધી તૈયારીઓ થઈ ગઈ હતી. રામના ધનુષ્યબાણ દ્વારા રાવણદહન શરૂ થયું,  પણ કોઈ કારણોથી રાવણ દહન થયું નહીં. લોકોએ ખૂબ રાહ જોઈ, આયોજકો પણ એ માટે વિધિવત નુસખા વાપરતા હતા. કેટલાક "હવે નહિ બળે" એમ સમજી ઘર તરફ પ્રયાણ કરતા જોવા મળ્યા તો કેટલાક કંટાળીને અંદરોઅંદર વાત કરતા હતા. એક ભાઈએ કહ્યું, "આટલા પ્રયત્નો છતાં રાવણ કેમ બળતો નહીં હોય?" ત્યારે આ વાત મારા કાન પર પડતાં સહજ બોલી જવાયું કે, "જ્યાં સુધી આપણામાં રહેલી રાવણીયા વૃત્તિ ઓછી નહીં થાય ત્યાં સુધી રાવણ કેમ મળશે? આપણી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, દ્વેષવૃત્તિ આમ તો રાવણીયાવૃત્તિ જ છે ને! એને દૂર કરવાની જરૂર છે. કદાચ આ દૂર કરીશું તો અથવા દૂર કરવાનો પ્રયાસ પણ કરીશું તો ચોક્કસ સમાજમાંથી રાવણ ઓછ...